શનિવાર, 5 એપ્રિલ, 2014

નિસાર...

હરેક રાતની દોસ્તકંઈ હોતી નથી સવાર;
ને એ જ રાત કદી જલદી નથી થતી પસાર.

જિંદગી શું સમજતા વીતી આખી જિંદગી;
અને હતો ફક્ત  અઢી અક્ષરમાં એનો સાર.

એક શક ક્યાંક સળવળે છે સાવ અમસ્તો;
પછી ચાદર સંબંધોની થઈ જાય તાર-તાર.

નવાઈ એ વાતની છે હું હજુ જીવી રહ્યો છું!
બાકી એક નજરે વીંધ્યો છે મને આરપાર.

જિગરમાં દરદ હોય ને હોઠો પર હોય હાસ્ય;
ત્યારે જ દોસ્ત, ખીલી ઊઠે છે કોઈ અશઆર.

જતા જતા એવી રીતે એમણે કહ્યું અલવિદા;
જિંદગી આખી એના ઇંતેજારમાં કરી નિસાર.

હર અક્ષર, હર શેર ગઝલના નટવર શું છે?
સમજનારા સમજી જશે ગઝલનો અભિસાર!



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું