શનિવાર, 26 એપ્રિલ, 2014

ભાળી છે...

બહુ નજદીકથી મેં તો એને ભાળી છે;
યાર, આ જિંદગી બહુ જ નખરાળી છે.

એક જ નજરમાં એ નજર ગમી ગઈ;
જે નજર મને જોઈ એમણે ઢાળી છે.

એમના કેશનો સહારો મળી ગયો મને;
રોજ કરતા રાત એથી વધારે કાળી છે.

તમારી રાતી આંખને સંતાડશો સખીથી;
વર્ના જાણી જશે રાત જાગીને ગાળી છે.

તમારા હોઠો પર તો ગુલાબ ખીલ્યા છે;
હવે કહો સનમ,  કોણ એનો માળી છે?

જ્યારે જ્યારે પ્યાર કરવા કહ્યું આપને;
વાત હસીને આપે કેમ હંમેશ ટાળી છે?

બહુ સાચવીને ડગ માંડશો સનમ તમે;
જમીન આ ઇશ્કની બહુ જ સુંવાળી છે.

એક પંખી ઊડી ગયું, પાંખ આવી તો;
એના વિરહમાં હજુ રડતી એક ડાળી છે.

કંઈ જ નથી નટવરની આ કવિતાઓ;
એણે તો લાગણીનેબ્દોથી પંપાળી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું