શનિવાર, 5 એપ્રિલ, 2014

ખામોશી છે...

જે મને ગમે છે તો ય હરદમ કોસી છે;
એ કોઈ ઓર નથી, મારી ખામોશી છે.

કદી ય સાથ નથી છોડતો, કહું કરે એ;
મારો પડછાયો મારો પહેલો પડોશી છે.

હર કોઈનું ભવિષ્ય એ બરાબર જાણે;
આ સમય પણ બહુ કુશળ જોષી છે.

ગળે વિંટળાઇને મને જ ગળી ગઈ એ;
વહાલી તન્હાઈને મેં જ પાળી પોસી છે.

સાકી પિવડાવતી હતી આંખોથી સૌને;
જેણે પયમાનાથી પીધું, મોટો દોષી છે.

બહુ શોધ્યું તો ય મને નથી મળતો હું;
મારી જ જાતને મેં ખુદ ખૂબ ફંફોસી છે.

વરસો બાદ દીકરો ખબર લેવા આવ્યો;
ઘરડાંઘરમાં ખૂબ ખુશ ડોસા ને ડોસી છે.

આ ગઝલ ગીત કવિતા શું છે દોસ્ત?
રડ્યાખડ્યા  ખયાલોની કદમબોસી છે.

છે અને નથી નટવર તું હવે મહેફિલમાં;
આ તે કેવી મસ્ત મજાની મદહોશી છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું