શનિવાર, 5 એપ્રિલ, 2014

લોકો સહુ બહુ રાજી રાજી છે...

લો,લોકો સહુ બહુ રાજી રાજી છે;
વાત ઇશ્કની ક્યાંક બહુ ગાજી છે.

જીતના પાનાં એનાં હાથમાં છે;
આ તે કેવી એની ચાલબાજી છે?

કંઈક તો થતું તો હશે એને પણ;
આજ જોઈને મને એ ય લાજી છે.

ક્યાંક સતત વરસતી રહી આંખો;
અને ક્યાંક બેસુમાર તારાજી છે!

આ એવી દુનિયા છે દોસ્ત જ્યાં;
હરતરહ  લાગણીની હરાજી છે.

એના હર પગલે સજદા કર્યા મેં;
મિત્રો કહે તું જ ખરો નમાજી છે.

વાત દિલની માનીને પસ્તાયો;
કમબખ્ત આ દિલ બડું પાજી છે.

એ શું કરશે મારા હકમાં ફેસલો?
મારો કાતિલ જ મારો કાજી છે.

આ જિંદગી પણ શું છે દોસ્ત મારા;
બસ એક મજાની નાટકબાજી છે.

નિરાંતે કબરમાં સૂતો છે નટવર;
એની તબિયત હવે થોડી સાજી છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું