શનિવાર, 5 એપ્રિલ, 2014

ઉતાવળ કરે...

આજનો માણસ તો ભાઈ બહુ ઉતાવળ કરે;
સહુને પછાડી રહેવા સદા અગ્રેસર બહુ બળ કરે.

મારા ઘરનો નો મને પૂછે તુ કોણ છે અલ્યા?
મારો બેટો મને જોઈને પણ  હવે બહુ છળ કરે.

આવતા જતા મળી જાય તો હસી લે , બસ છે;
હવે તો કોણ એવું મળવાનું જે યાદ હર પળ કરે?

એક વિરહ વિષ એવું છે જે પી જાણે ;
ભળે જો પ્રેમાઅમૃતમાં તો એને હળાહળ કરે.

કમબખ્ત યાદ કોઈની સાવ સોંસરી આવે અચનાક;
હસતા હસતા એકાએક બે આંખોને ખળખળ કરે.

દોસ્ત એવા મળ્યા જે વાહ વાહ કરે ભરી મેહફિલમાં;
ને પછી ટીખળ કરી બદબોઈ મારી પીઠ પાછળ કરે.

આગાહી એના આવવાની હરહંમેશ ખોટી પડવાની;
શું કામ નટવર તું હવે ખોટી ખોટી અટકળ કરે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું