સાલું આવું જીવવાની કોઈ મજા નથી;
જે જીવનમાં જીવવાની કોઈ વજા નથી.
કહું છું હું મારા દિલની વાત
મહેફિલમાં;
વાત એમની કહેવાની મનેય રજા નથી.
શું થવા બેઠું છે આ મારા મહાન દેશનું?
સૂતા છે સહુ ત્યાં,જાણે જાગૃત પ્રજા
નથી.
ઈશ્વર અલ્લાહ ખુદા પ્રભુ સહુ એક જ છે;
તો મસ્જિદ કેમ કોઈ ભગવી ધજા નથી?
રોજબરોજ કોઈના પર મરી
જીવી રહ્યો છું;
દોસ્ત,આનાથી અદ્ભુત તો કોઈ કજા નથી!
એવી સુંદરતાનું શું કરવું મારે? કોઈ કહો;
જે સુંદર ચહેરા પર જરા ય લજ્જા નથી.
ધરા પર પથારી પાથરશો તો સમજાશે;
આકાશથી વિશાળ બીજી કોઈ છજા નથી.
કર્યો છે ગુનો ઇશ્ક ફરમાવવાનો નટવરે;
જ્યાં દિલમાં કેદ સિવાય અન્ય સજા નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું