શનિવાર, 5 એપ્રિલ, 2014

કેવી રીતે હું રોકું ??

કેવી રીતે હું રોકું મને જ્યારે કોઈ નશીલી નજર કરે મને Invite?
સ્પર્શ એ નજરનો એવો જે મારી ભીતર કરે લાખો દીવડાં Alight.

એ ચગાવે એમ ચગું, એ નમાવે એમ નમુ, બસ એમને હું ગમુ;
દોર એની નખરાળી નજર એને છેડે બંધાયેલ હું જાણે એક Kite.

દુનિયા છે એ વાતો કરતી રહેશે એ જાત જાતની આપણા વિશે;
મળતા રહો ને ભળતા રહો, ધીરે ધીરે થઈ જશે બધું જ All Right.

કોણ જાણે એમની એ નજરે મારી નજરને એવું તે શું કરી નાંખ્યું?
હર નજારો મને રંગીન લાગે ભલે હોય એ સાવ Black & White!

રેશમ રેશમ મુલાયમ હોય છે બહુ નાજુક સંબંધના તાણા વાણા;
થોડી તમે ઢીલ મૂકો, થોડી હું,  શું કામ કરવા એને બહુ Tight?

આજે આવું છું, કાલે આવું છું કહી એઓ કદી ન આવે મળવા મને;
આજે આવશે રૂબરૂ મળવા મને સપનાંમાં, રાહ જોઈશ હું Tonight.

સોંપી છે એમના હાથમાં જિંદગી, છે એમની લકીરમાં મારું ભવિષ્ય;
શીદને કરવી ફિકર આવતી કાલની, છે મારું ભાવિ હવે બહુ Bright.

અર્જુન કરતા ય દશા ખરાબ છે નટવરની તમે શું જાણો ઓ યારો?
એને તો હતા સગાવ્હાલા,મારે તો રોજ ખુદની સાથે કરવાની Fight.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું