શનિવાર, 26 એપ્રિલ, 2014

વિચાર છું...

એમને જરાય ખયાલ નથી પણ હું એમને સદા આવતો વિચાર છું;
ભલે તમે મને માનો વાસી, એમના કાજ તો હું તાજા સમાચાર છું.

દિલ હારીને કોઈને જીતવા નીકળ્યો હતો ને બહુમતીએ હારી ગયો;
એમ તો કોઈ ખાસ કારણ ન હતું, બસ વધુ પડતો થયેલ પ્રચાર છું.

મને યાદ કરવો ન કરવો મરજી એમની, હું શું કરી શકું એમાં યાર?
એમની યાદ વિના હું જીવી નથી શકતો, શું કહું? હું બહુ લાચાર છું.

આવતા જતા જો મળે તો હસીને બે ચાર વાતો કરી લે તો બસ છે;
ધીરે ધીરે હવે સમજાય રહ્યું છે મને, એમના માટે એક સદાચાર છું.

એઓ કહેતા નથી અને મારા વિના એકલાં રહેતા કદી ય રહેતા નથી;
એમના તન બદનમાં વહેતા લહુમાં હું જ તો એકનો એક સંચાર છું. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું