શનિવાર, 5 એપ્રિલ, 2014

વાસી દો...

અરે!વાસી દો કોઈ હવે બધી કમાડો;
ઘરમાંથી દૂર ભાગી ન જાય ધુમાડો.

નુકશાની તો મારા ચહેરા પર હતી;
સમજતો રહ્યો આયનામાં છે તિરાડો.

મંદિર મસ્જિદના ન જવાય તો શું?
એકાદ રડતા બાળકને કદી રમાડો.

બંધ કરીને છપ્પન ભોગનો દેખાડો;
એકાદ ભુખ્યા  ભક્તજનને જમાડો.

પવને જ ખખડાવ્યું હશે મારા દ્વારને;
શું ફેર પડે હવે ઊંઘાડો કે ન ઊંઘાડો?

દુનિયા સૂતી છે તો સુવા દો નિરાંતે;
બસ તમે તમારા આતમને જગાડો.

બસ લખતા લખતા લખાઈ જાય છે;
વિચારોને ક્યાં હોય છે કોઈ સીમાડો?

ક્યાં કહું છું સનમ, સાથે આવી રહો;
એટલું કરો, મારી તન્હાઈને ભગાડો.

નાજુક છે મારાં અરમાનોનો જનાજો;
હળવે હાથે એને યારો, તમે ઉપાડો.

ઘરમાંથી બહાર નીકળી જો નટવર;
પુકારે છે તને વાદી ને ઊંચા પહાડો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું