શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

કમાલ કરાવે છે...


આ અસીમ એકલતા પણ યાર કમાલ કરાવે છે;
ખુદના પડછાયાને ય એ  ખૂબ વહાલ કરાવે છે.

બેપનાહ ઇશ્કની આ પ ણ એક આડ અસર છે;
જે વીસરી ગયા હોય છે એના ખયાલ કરાવે છે.

દિલ તો દિલ છે સાવ નાનકડું એક મુઠ્ઠી જેવડું;
જો તોફાને ચઢે તો કેટ કેટલી બબાલ કરાવે છે.

કેટકેટલાં રૂપ છે જિંદગીના!જે જાણે એ જ માણે;
જિંદગી ક્યારેક હસાવે ક્યારેક મલાલ કરાવે છે.

દિલના બદલામાં દિલ માંગ્યું મેં એમની પાસે;
રાહ છે મને માંગ મારી ક્યારે બહાલ કરાવે છે.

વાંક મારો નથી એમના રૂપનું જાદુ જ છે એવું;
કહેવું છે ઘણું અને જીભ પાસે હડતાલ કરાવે છે.

ગતિ વહેતા સમયની છે બહુ જ નિરાલી નટવર;
તારા જેવા સીધા પાસે એ અજબ ચાલ કરાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું