શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

માણસ માણસની સામે...

માણસ માણસની સામે ક્યાં કદીય ફાવે છે?
આ માણસ જ માણસને અમસ્તો સતાવે છે.

કહેવા જેવું ઘણું છુપાવી રાખ્યું અમે બન્નેએ;
રાહ જોતા રહ્યા, કોણ પહેલાં એ બતાવે છે!

દુનિયા આખે આખી મળી જાય મને સનમ;
જ્યારે તારા બાહુપાશમાં મને તુ સમાવે છે.

અમે તો છીએ જ એવા,  સૌને ઝૂકતા રહ્યા;
શું કરીએ?અમારી નમ્રતા અમને નમાવે છે.

માણસ તો ભાઈ માણસ છે,આ માણસનું શું?
હકીકતમાં જે નથી, સપનાંમાં એ સજાવે છે.

સાકી મયખાને નથી આવતો હું મય પીવા;
ઇંતેજાર છે મને, ક્યારે તું નકાબ હઠાવે છે?

ન પૂછ દોસ્ત કેવી રીતે લખે છે બધું નટવર?
એને ય ક્યાં ખબર છે કે કોણ એ લખાવે છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું