શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

બાકી રહ્યું...

હવે સહુથી  પર થઈ જવું બાકી રહ્યું;
રહસ્યમય ખબર થઈ જવું બાકી રહ્યું.

કોને ફરક પડશે મારા અસીમ મૌનથી?
ન લખાયેલ અક્ષર થઈ જવું બાકી રહ્યું.

ખુદા ને સનમ નથી લાગતા મને જુદા;
પૂજાય તો પથ્થર થઈ જવું બાકી રહ્યું.

મળે ચાર નયન ને થઈ જાય આપ લે;
કોઈ  ઢળેલ નજર થઈ જવું બાકી રહ્યું.

ચાર મજબૂત ખભા મળે આખરી વેળા;
અવનિથી અધ્ધર થઈ જવું બાકી રહ્યું.

ખાલી થઈ ગયા એ આંખના સરોવરો;
હવે ફરી સરભર થઈ જવું બાકી રહ્યું.

બહુ વેશ ભજવ્યા છે અહીં જિંદગીભર;
ખરેખરાં નટવર  થઈ  જવું બાકી રહ્યું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું