શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

મૃગજળ

સીંચી સીંચીને મીઠા મધુરા મૃગજળ;
ઊછેરી છે અમેય પ્રેમની એક કૂંપળ.

એક ચહેરો એવો વસાવ્યો નયનમાં;
બંધ આંખોએ પણ થાય એ ઝળહળ.

સાચવી સાચવીને રડવાનું કેવું દોસ્ત?
આંસું પણ ક્યાં કદી વહે છે ખળખળ?

બંધ બધાં બારણાં તો શેની ધારણા?
ખોટી પડે છે જ્યારે બધી જ અટકળ.

ચહેરા પરથી  નકાબ હઠ્યો તો જાણ્યું;
ઓઢીને સુંદરતા ફરે એક મોહક છળ.

એ જ વીસરી જાય છે હસતા રમતા;
યાદ કરતા રહ્યા  જેને અમે હર પળ.

ચાલ્યોતો એકલો, કાફલો થતો ગયો;
શરૂ કરી હતી  અમે ઇશ્કની ચળવળ.

લખી નાંખે જ્યારે નટવર એક કવિતા
વળે છે એના ઘાયલ દિલને થોડી કળ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું