શનિવાર, 15 ફેબ્રુઆરી, 2014

સ્તબ્ધ છું...

તમને આમ સાવ અચાનક નિહાળી એકદમ સ્તબ્ધ છું,
મળશોને મને સનમ?આપને માટે હરદમ ઉપલબ્ધ છું.

કહેવા જેવું તો ઘણું છે તમારા વિશે જે તમને કહી શકું;
શું કહુંઆપના અંબારના નિહાળી સાવ નિઃશબ્દ છું.

સાથ આપવાનો વાયદો કર્યો છે આપને તો નિભાવીશ;
તમે વીસરી જાઓ ભલે, હું તમને ચાહવા પ્રતિબદ્ધ છું.

આંધી આવે, ભલે આવે તુફાન ભવસાગર તરતા તરતા;
પાર ઊતરીશ, પાર ઉતારીશ આપને પણ, હું કટિબદ્ધ છું.

હાથ પકડીને એક વાર મારો રસ્તે રઝળતો કરી દીધો;
ને તો ય તમારા મોહક મોહપાશમાં હું સતત પ્રબદ્ધ છું.

હાથમાં મારા આપનો કોમળ હસ્ત આપી એક વાર જુઓ
;
તમારી હસ્તરેખાના રમ્ય રહસ્યમાં સંતાયેલ પ્રારબ્ધ છું.

નટવરની કથાની વ્યથાને તમે શી રીતે સમજો સનમ?
તમારા મોઘમ મોઘમ મૌનનો જ હું પણ એક શબ્દ છું.

(પ્રબદ્ધ=બંધાયેલ)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું