શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

સહયોગ કરીને જુઓ...

કદી મારી સાથે એક વાર સહયોગ કરીને જુઓ;
કામ આવી જઈશ હું, કદી ઉપયોગ કરીને જુઓ.

બે દિલ ભળે તો એક જ થાય છે, ખાતરી કરવા;
દિલ મેળવવાનો એક સાદો પ્રયોગ કરીને જુઓ.

ચાર નજર મળશે તો તાળું જીભ પરનું તૂટી જશે;
આમને સામને થવાનો એક સંજોગ કરીને જુઓ.

હસતા હસતા પણ કેવી રીતે રડી પડાય સનમ?
ચાહીને મને એક વાર મારો વિયોગ કરીને જુઓ.

तेन त्यक्तेन भुञ्जीथा એમ ઉપનિષદ પણ કહે છે;
જે કંઈ મળ્યું છે તમને,એનો ઉપભોગ કરીને જુઓ.

બચાવીને ખુદને તમે પણ ક્યાં ક્યાં જશો સનમ?
જિંદગીમાં તમે એક વાર પ્રેમરોગ કરીને જુઓ.

પૈસા મળે ન મળે, વાહ વાહ તો જરૂર થશે નટવર;
કદી કવિતા લખવાનો ઉમદા ઉદ્યોગ કરીને જુઓ.

(तेन त्यक्तेन भुञ्जीथा= તુ ત્યાગીને ભોગવ)

ॐ ईशा वास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ॥१॥
अनुवाद :- अखिल विश्‍व मे जो कुछ भी गतिशील अर्थात चर अचर पदार्थ है, उन सब मे ईश्‍वर अपनी गतिशीलता के साथ व्‍याप्‍त है उस ईश्‍वर से सम्‍पन्‍न होते हुये से तुम त्‍याग भावना पूर्वक भोग करो। आसक्‍त मत हो कि धन अथवा भोग्‍य पदार्थ किसके है अथार्थ किसी के भी नही है ? अत: किसी अन्‍य के धन का लोभ मत करो क्‍योकि सभी वस्‍तुऐ ईश्‍वर की है। तुम्‍हारा क्‍या है क्‍या लाये थे और क्‍या ले जाओगे।

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું