શનિવાર, 15 ફેબ્રુઆરી, 2014

ઠીક ઠીક છે...

બધું જ ઠીક ઠીક છે;
એની જ તો બીક છે.

કોણ સમજશે એને?
કેવી માથાઝીંક છે?

કહી દેને, પ્યાર છે;
ભલેને એ જરીક છે.

કોઈ ત્યાં યાદ કરે;
અહીં હીક હીક છે.

દૂર ભલેને રહે એ;
દિલની નજદીક છે.

બારે માસ શ્રાવણ;
ને વસંત કદીક છે.

આંખમાં મારી આંસું
;
પ્રેમનું એક પ્રતીક છે.

ના ના કહેતા રહે ;
ઇશ્કમાં સૌ સરીક છે.

સાવ એકલો નથી;
પડછાયો રફીક છે.

મનોમન મરકે એ;
જરૂર એ રસિક છે.

નશો નથી આ કંઈ
;
ઇશ્કની જ કિકછે!

નટવર,  શું નથી?
ઇશ્ક છે, અધિક છે.

(રફીક=મિત્ર)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું