શુક્રવાર, 6 ડિસેમ્બર, 2013

નામ ઠામ...

મળી જાય જો યાર, મને ય મારું નામ ઠામ;
તો મટી જાય આ બધી દરબદરની દોડધામ.

એમની આદત છે રહે એઓ અતડા અતડા;
ને મને કુટેવ એવી કરતો રહું સહુને સલામ.

એક નજર એમની કરી ગઈ છે અસર કેવી?
એક જ નજરમાં થઈ ગયું મારું કામ તમામ.

ન જાઉં હું કાશી મથુરા ન રામેશ્વર ન દ્વારકા;
એમના ચરણકમળમાં છે મારા તો ચારધામ.

એક તો અધુરો અને પાછો ઉપરથી ગળતો;
સાકી કેમ આજે છલકાય છે વધુ મારો જામ?

મળી જાય જો એમના ઘનઘોર કેશની છાયા;
જિંદગીની હાયવોયમાં કરું હું એક ટૂંકો વિરામ.

ઇશ્કની અસર છે નટવર નથી કોઈ દોષ તારો;
હર ઇશ્કી ડહાપણને કરી દે છે દૂરથી રામ રામ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું