ગુરુવાર, 21 નવેમ્બર, 2013

બધું જ Fake...

હું નાદાન જાણી  ન શક્યો હતું બધું જ Fake;
સમજી રહ્યો હતો હું દોરી જે, હતો એ Snake.

મળી નજર તો જોતો જ રહી ગયો એ નજર;
ડૂબ્યો આખરે, નીલી નીલી આંખો હતી Lake.

ફાયર વોલ તૂટી, એન્ટિવાયરસ થયું ફ્રોઝન;
સાચવ્યું દિલ તોય ધડકનો થઈ ગઈ Hake.

ખૂલી આંખે જોઊં હું સુહાના સપના સનમનાં;
દોસ્તોય હવે મને સમજવા લાગ્યા છે Crake.

ન સમજીને, બધું સમજવાનો કરે દાવો એઓ;
ન સમજ્યા ઇશ્કમાંય હોય છે Give & Take.

જિંદગી મારી છે તમારા માટે, તમારી છે મારી;
સમજી જાઓ સનમ, સાનમાં For God Sake.

લખતો રહ્યો નજમ નટવર જેને રાજી કરવા;
એ જ વણી વણીને શોધે હવે એમાં Mistake.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું