શનિવાર, 16 નવેમ્બર, 2013

શું છે?

ન પૂછો દોસ્તો તમે મને મારું દિલ શું છે?
મારા સનમના ખયાલોની એક મહેફિલ છે.

આમ પણ એ હવે કહ્યું  મારું ક્યાં એ માને?
જોયા જ્યારથી એમનેજ એ તબદીલ છે.

એક તલ ઓછો પડ્યો ચોકી કરવા રૂપની;
હવે એમના ગુલાબી ગાલે એક બે ખીલ છે.

છેક એવું ય નથી કે એમને કોઈ દિલ નથી;
એઓ છે જ એવા,દિલથી થોડા સંગદિલ છે.

હસતા હસતા ભલે હારી જાઉં એમની સાથે;
બાકી જીતવા જેવી મારી પાસે ય દલીલ છે.

હસતા રહેવાની આદત ભારી પડી ગઈ મને;
કોઈએ એ ન જોયું આંખોમાં કેટલું સલિલ છે.

વાત દિલની રાખી છે નટવરે પણ દિલમાં;
ન સમજો યારો તમે એ ય સાવ બુઝદિલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું