શનિવાર, 16 નવેમ્બર, 2013

ન કર...

જે ડાળ કદી તૂટવાની છે એના પર માળો કર;
તું સગપણો અને સંબંધોં સાંધવામાં ગોટાળો કર.

માંડ માંડ થયું છે શાંત જળ મારા માનસ સરોવરનું;
વિચારોમાં સાવ અચાનક આવી કાંકરીચાળો કર.

વહેવા દે આંસુના ઝરણાંને તારી યાદમાં સતત હવે;
તારા ઊનાં ઊનાં નિઃસાસાથી એના પર પાળો કર.

બાદબાકી કે ભાગાકાર જો કરવા હોય હેતના તારે;
તો પછી રહેવા દે, ખયાલી સુખોનો સરવાળો કર.

સીધો સાદો માણસ જેવો માણસ રહેવા દે નટવરને;
તારી નજરોથી નચાવી નાચ  એને તરગાળો કર.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું