શનિવાર, 16 નવેમ્બર, 2013

નજમ

યાદ કરી સનમ;
ન કર આંખો નમ.

તને ચાહવું સતત;
એ જ મારો ધરમ.

હોય છે જે પરમ;
ગુજારે એ સિતમ.

હાસ્યની પાછળ જ;
છુપાયો હોય ગમ.

જીવવા આ જિંદગી;
મળે એક જ જનમ.

જિંદગી એટલે જ;
મોટો ભેદ ભરમ.

કદી ન મટે એવા;
આપે નવા જખમ.

દર્દ ત્યાં હોય વધુ;
હોય જ્યાં પ્રેમ ચરમ.

બસ કર ઓ નટવર;
લખ તુ નવી નજમ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું