બુધવાર, 20 નવેમ્બર, 2013

કંઈક મરે છે...મારી અંદર યાર, કંઈક મરે છે;
જ્યારે ફૂલ એક અકાળે ખરે છે.

જાણે છે સહુ કે ડૂબવાનું જ છે;
લઈને તણખલું સૌ કોઈ તરે છે.

કિસ્મત એ રેત નથી હથેળીમાં;
અને પકડી રાખું તો ય ખરે છે.

ફેરવી લે મોં મળે રૂબરૂ ત્યારે એ;
જે સપનાંમાં રોજ મને જ વરે છે.

આયનામાં જોઈ મને રહું હું રાજી;
મારી સાથે ય કોઈ મારા ઘરે છે.

ખાલી કર્યા માંડ આંખોના બે કૂવા;
યાદ કોઈની ફરી ફરી એ ભરે છે.

આખરી હેડકી લાવી છે ખબર એ;
હજુ ય એઓ મને જ યાદ કરે છે.

રાહ એની જોવાતી હોય છે યારા;
ગયા પછી જે કદીક પાછાં ફરે છે.

નોતું લખવું એમ તો આજે મારે;
કમબખ્ત  વિચારો કલમ ધરે છે.

ઇશ્કમાં છે હાલ એવી નટવરની;
ખુદના પડછાયાથી પણ એ ડરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું