શનિવાર, 24 ઑગસ્ટ, 2013

ઑન લાઈન...


મારા જેવો એક માણસ થઈ ગયો જ્યારથી ઑન લાઈન;
લોકો કહેવા લાગ્યા ત્યારથી એ થઈ ગયો એકદમ ફાઇન. 

તારી નજરે આ કેવું અદભૂત જાદુ કર્યું ઓ વહાલી સનમ!
જામમાં તો પાણી હતું ને એક નજરમાં થઈ ગયું વાઈન.

એવું જ કંઈક છે તારા મુલાયમ સ્પર્શનું પણ જંતરમંતર;
જ્યારથી સ્પર્શી મને સીધો સાદો હું થઈ ગયો છું ડિવાઈન.

તુ જાણે કે ન જાણે તું એ પણ માને કે ન માને ઓ સનમ;
પણ હું તો સદા ય તારો જ છું ને યુ આર ઓન્લી માઈન. 

સાવ કોરા ખત જેવું મારું જીવન, કોરા કોરા પાના એના;
આવી એના પાને પાને કરી દે તું તારા હાથે એક સાઈન. 

ચાલ કરીએ એવું કંઈ સાથે મળીને, સાથે રહીને આપણે;
એ હસિન શિરસ્તા પર ચાલવા પ્રેમીઓ લગાવે લાઈન. 

છે સીધી સાદી વાત નટવરની છે, સીધી સરળ માગણી;
બસ માંગ્યું છે ફક્ત દિલ તારુ, પ્લિસ, ડુ નોટ ડિક્લાઇન.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું