શનિવાર, 24 ઑગસ્ટ, 2013

કર્યો છે....

કદી ય ન કરેલ ગુન્હાઓનો એકરાર કર્યો છે;
પછી દોસ્ત મારા ખુદને બહુ બેકરાર કર્યો છે.

કર્યો છે વાયદો નિભાવવો તો પડશે સનમ;
સપનાંમાં મને મળવાનો જો કરાર કર્યો છે.

હસતા હસતા જેણે હૈયું મારું ચોરી લીધું છે;
એના નામે જ હૈયાનો હર ધબકાર કર્યો છે.

ઇશ્ક પ્રેમ મહોબ્બત એ જ સમજી શકે યાર;
કદી પ્યાર જેણે જિંદગીમાં નિર્વિકાર કર્યો છે.

આંખ જમણી આજ કાલ વારે વારે ફરકે છે;
દૂર દૂર જરૂર કોઈએ મારો વિચાર કર્યો છે.

હોય છે કેટલીક યાદો એવી પણ મને જેણે;
પુરુષ છું તો ય રડવા મને લાચાર કર્યો છે,

વધુ ભણી લખીને ભૂલ્યો માનવ માનવતા;
કહેવાતા ભણતરે એને વધુ મક્કાર કર્યો છે.

છે એક સીધો સાદો અદનો આદમી નટવર;
બની ગયો મોટો,કોઈએ ખોટો પ્રચાર કર્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું