શનિવાર, 24 ઑગસ્ટ, 2013

ટક્યો છું...

સર-એ-રાહ ચાલતા ચાલતા સહેજ અટક્યો છું;
માન ન માન દોસ્ત, એટલે જ હું અહીં ટક્યો છું.

જા, નથી શોધવો મારે ભગવાન તને અહિં તહીં;
કારણ, મને ખુદને શોધવા જ હું બહુ ભટક્યો છું.

કમસિન ગુન્હાઓ કરી દોસ્તોથી તો બચી ગયો;
હાય રે! ખુદની નજરમાંથી હું ક્યાં છટક્યો છું?

બહુ સાચવશો તો ક્યારે ય પણ હું ખરી જઈશ;
મોતી બની બે મતવાલી આંખોએ હું લટક્યો છું.

સાવ સાચી વાત કરવાની આદત છે નટવરની;
ગમતા અણગમતાં સૌને એથી હું બહુ ખટક્યો છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું