શનિવાર, 10 ઑગસ્ટ, 2013

કહેવાની એક વાત...

કહેવાની એક વાત એમને કહી નથી કદી;
હું ધસમસતો દરિયો ને એ છે વહેતી નદી.

આવતી હશે મજા એમને ય તડપાવવામાં;
હમણાં આવવાનું કહી ન આવે એ જલદી.

જો એક વાર ઇશ્ક થઈ જશે તો સમજાશે;
ઇંતેજારમાં એક પળ થઈ જાય એક સદી.

જેવી રીતે સતત તરસ્યો છું એમના કાજ;
એઓ પણ સમજશે તરસ મારી એક દિ.

જાલિમ દુનિયા છે જ એવી બેરહમ દોસ્ત;
ઇશ્ક પ્યાર મહોબ્બતને સમજે એક બદી.

લાખ લાખ લોકમાં રહ્યો સાવ એકલવાયો;
છે તન્હાઈની મારા ખાલી ઘરમાં ગરદી.

એક વાર આવી લઈ જાઓ ખબર મારી;
શ્વાસ છેલ્લા લઈ રહ્યો છે ઇશ્કનો દરદી.

પ્રેમી પણ હોય સીધો સાદો માણસ નટવર;
કંઈ અલગ તો નથી હોતી એમની વરદી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું