રવિવાર, 7 જુલાઈ, 2013

ઇરશાદ ઇરશાદ ન કર....

સમજ્યા વિના ઇરશાદ ઇરશાદ ન કર;
વિના વાદળ સાવ કોરો વરસાદ ન કર.

મને વીસરી જવાની તમન્ના કરી જ છે;
મોસમ બેમોસમ મને ફરી યાદ ન કર.

હૈયું વલોવાય જશે તો આંસું જ આવશે;
બેવજહ અફીણી આંખો બરબાદ ન કર.

સુના સુના ઘરની દીવાલો વાતો કરશે;
એકલાં એકલાં ખુદ સાથે સંવાદ ન કર.

ગણિત જિંદગીનું ન સમજાય એમ કદી;
સરવાળા કરવાના છે, ત્યાં બાદ ન કર.

સુવા દે પ્રભુને એના આલીશાન મંદિરે;
એય બહેરો છે,વારે વારે ઘંટનાદ ન કર.

વહેવા દે લીલીછમ લાગણીને ચોતરફ;
ઘોંટીને ગળું એનું ખોટો ઉન્માદ ન કર.

જેણે વાંચવી હશે એ વાંચી લેશે નટવર;
કવિતા કોઈ ન વાંચે તો ફરિયાદ ન કર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું