શુક્રવાર, 5 જુલાઈ, 2013

આજનો માનવી....

જે કંઈ કરતો આવ્યો એ કંઈક વિશેષ કરે છે આજનો માનવી;
કોઈની લીલીછમ લાગણીઓને કેશ કરે છે આજનો માનવી.

વસી જાય જોજનો દૂર એ સાવ પારકી ભૂમી પર સૌ વીસરી;
ને એ સાવકી ભોમકાને પોતાનો દેશ કરે છે આજનો માનવી.

જેવો છે એવો કદી દેખાતો નથી કોઈને, દેખાવા દેતો નથી એ;
છેતરવા, છેતરાવા જાત જાતના વેશ કરે છે આજનો માનવી.

આકાશ પાતાળ ગ્રહ ઉપગ્રહ નક્ષત્ર નિહારિકા કે આકાશગંગા;
જ્યાં કદી નથી જવાયું હોય ત્યાં પ્રવેશ કરે છે આજનો માનવી.

કાગળપત્તર પોસ્ટકાર્ડ ને આંખોના ઇશારાઓ ભુલી જા દોસ્ત;
ઇમેઇલ એસએમએસથી ટૂંકાટચ સંદેશ કરે છે આજનો માનવી.

હૈયામાં હોય એ હાથમાં હોતું નથી, હાથમાં હોય,ન હોય હૈયામાં;
પડછાયા પ્રતિબિંબોને પ્રેમથી આશ્લેષ કરે છે આજનો માનવી;

અહીંથી તહિં દોડતો રહે છે એ ભવની ભવાટવીમાં ભવોભવથી;
સુતા સુતા  કબરની ગોદમાં નિરાંતે એશ કરે છે આજનો માનવી.

ખુદને વીસરી જવું પડે નટવર આ પ્રેમની કેડીએ ચાલવા માટે;
સમજવા પ્રેમને  કદીક ખુદને લવલેશ કરે છે આજનો માનવી.

2 ટિપ્પણીઓ:

  1. waah waah Congrats...gr8 achievement Shweta.
    keep up the good work...! -Rekha Shukla (Chicago)smart and talented like Dad..very nice poem...too

    જવાબ આપોકાઢી નાખો
  2. બનાવટ અને નકલ દુનિયાના નક્શામા વ્યાપેલા છે, અને હજુયે જૂની આખે નવા તમાશા તમે જોયા કરો, આજના મ્હોરા પહેરેલા માનવીના

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું