રવિવાર, 9 જૂન, 2013

ગમવા લાગ્યું છે.....

અમને એ સુંવાળું છળ હવે ગમવા લાગ્યું છે;
અમારી આંખોનું જળ હવે ગમવા લાગ્યું છે.

રોજ રોજ છવાય છે અને વરસતું નથી કદી;
એમની જુલ્ફોનું એ વાદળ ગમવા લાગ્યું છે.

જિંદગીભર કેદ રહી જવાય તો હવે શું થયું?
એમના દિલનું બંધ કમળ ગમવા લાગ્યું છે.

યાદમાં મારી મીઠો મીઠો ઉજાગરો છુપાવવા;
મલાખી આંખોમાં એ કાજળ ગમવા લાગ્યું છે.

બહુ સાચવ્યું અમે તો ય ડુબાડી ગયું અમને;
કજરારી આંખોનું એ વમળ ગમવા લાગ્યું છે.

રાતભર નિશા ય રડતી રહી હશે મારી સાથે;
સવારે પુષ્પો પરનું ઝાકળ ગમવા લાગ્યું છે.

લખતા લખતા ભીનો થઈ ગયો પત્ર નટવર;
એમને ભીંજાયેલ કાગળલીયું ગમવા લાગ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું