રવિવાર, 9 જૂન, 2013

છે....

જરૂર ક્યાંક તો કંઈક ખૂંટે છે;
આપણા જ આપણને લૂંટે છે.

ભલભલાં ઘાયલ થઈ જાય;
જ્યારે તીર નજરનું વછૂટે છે.

ન પૂછ દોસ્ત, છોડની દશા;
તું કળી એના પરથી ચૂંટે છે.

હોય સાત ભવના સગપણ;
સાત પળમાં એ કેમ છૂટે છે?

દિલ હોય છે કાચનું સનમ;
સાચવજો એય કદી તૂટે છે.

કાળની ખાંડણીમાં છે માથું;
નરી એકલતા એને કૂટે છે.

ભણી લખીને ભૂલ્યો નટવર;
એકડો એ પ્રેમનો રોજ ઘૂંટે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું