શનિવાર, 29 જૂન, 2013

સપનાંઓને આપો તમે આકાર...


મારા સપનાંઓને આપો તમે આકાર;
તમારા સપનાંઓને કરો તમે સાકાર. 

જેવો છું હું એવો જ આપનો છું સનમ;
સ્વીકારો સનમ,તમે ય મને નિર્વિકાર. 

યાદમાં આવો છો તમે મને હર પળ;
શું આપને ય આવે છે મારા વિચાર?

ચાલો હળી મળીને રહીએ આપણે બે;
કરીએ હર તરફ આપણે પ્રેમ પ્રસાર.

પ્રેમ તો છે ભલે સાવ અઢી અક્ષરનો;
અને છે એમાં જિંદગી આખીનો સાર. 

બાજી દિલની લગાવી બેઠો છું સનમ;
ભલે થાય તમારી જીત ને મારી હાર. 

ચાલ નટવર હવે બસ કર લખવાનું;
તારા શબ્દની ઓછી થઈ રહી ધાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું