રવિવાર, 9 જૂન, 2013

બનાવ

થતા થતા થઈ જાય છે એવો કોઈ પણ બનાવ;
વગર કારણે થઈ જાય બે દિલ વચ્ચે અણબનાવ.

ભરોસે જેને સોંપીએ આપણે મઝધારમાં જિંદગી;
એ આપણા જ બનાવેલ નાખુદા ડુબાવી દે નાવ.

ક્યાંક નળિયું ખસ્યું ને ક્યાંક અમસ્તું કૂતરું ભસ્યું;
ને શાંત સરોવર સમા શહેરમાં થઈ જાય તનાવ.

રિસાવવાનો ઇજારો ભલે રાખ સનમ તારી પાસે;
હું તો ખુદ રૂઠ્યો છું મુજથી, મને તું કદીક મનાવ.

આ જિંદગી કોઈના હાથમાં સોંપવી પડે છે નટવર;
જેવી હોય એવી જિંદગી હરદમ તુ એને અપનાવ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું