શનિવાર, 29 જૂન, 2013

જંતરમંતર...


જરૂર એઓ પણ જાણતા હશે કોઈ ભારે જંતરમંતર;
એથી મળીને એમને હું થઈ જાઉં સાવ મૂંગો મંતર.

એવું કેમ થઈ જાય છે દોસ્ત,સમજ નથી પડતી મને;
મળી સાવ અજાણ્યાંને જિંદગી બદલાય જાય સદંતર.

ન જાણે કઈ વાતનો લઈ રહ્યા છે બદલો મારી સાથે;
મળી રહ્યા છે સહુને રાખીને મારી સાથે કોસો અંતર. 

પ્રેમમાં પડી એક વાર જોઈ લે દોસ્ત શું માયા છે એ;
સમજતા સમજતા સમજાશે તને ય બધું બખડજંતર.

કોઈ વસી જશે આંખોના રસ્તેથી ઊતરી સીધા દિલમાં;
ને પછી એ જ જાલિમ છેતરીને થઈ જશે સાવ છૂમંતર.

ન કોઈ ચિઠ્ઠી,ન મિસ કોલ, નથી કોઈ એસ એમ એસ;
અંતર મારું તરસી રહ્યું, મળે એમના કોઈ ખબરઅંતર. 

દુઆ જ હવે તો દવાથીય વધુ અકસીર છે દોસ્ત મારા;
દુઆ કરો ઓ દોસ્તો લખતો રહે નટવર આમ નિરંતર.

1 ટિપ્પણી:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું