રવિવાર, 9 જૂન, 2013

મારી કવિતાઓ એ વાંચે છે...

ખુશ થાઉં છું હું  જ્યારે જ્યારે મારી કવિતાઓ એ વાંચે છે;
કોઈ જાણે ન જાણે,ઇશ્કમાં મારા બિન પાયલ એ નાચે છે.

સખીઓ પૂછે જ્યારે એને મનમીત વિશે એ મીઠું મીઠું મલકે;
તક મળે તો એ હર મહેફિલમાં મારી જ પંક્તિઓને ટાંચે છે.

મારી નજરની એવી છે અસર કે પછી એના શરમના શેરડાની;
ચહેરો એનો છે એક ચાંદસો, ચાંદ કરતા ય રાતે વધુ રાચે છે.

મારી હર ક્ષણની રાખે ખબર, સપનાંનો હર ઘડી લે હિસાબ;
છે મારી હમનફસ અને કોઈ હિસાબનીશની જેમ મને જાંચે છે.

જેવો છે એવો નટવર હવે રહેવાનો નથી,રહી શકવાનો નથી;
તારે મળવાનું સૌને પણ તારે ઢળવાનું હવે એના જ ઢાંચે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું