રવિવાર, 9 જૂન, 2013

શું સમજાવી ગયા..

ખબર ન પડી દોસ્તો મને શું સમજાવી ગયા;
એઓ તો આવીને એમની ફરજ બજાવી ગયા.

ઊભો રહી કિનારે હું વિચાર કરતો રહી ગયો;
કૂદી પડ્યા ઇશક-એ-દરિયામાં સૌ ફાવી ગયા.

જે પથ્થરને કોતરી કોતરી બનાવ્યા ભગવાન;
એ જ પાષાણના પ્રભુ મને નિત નમાવી ગયા.

એ નથી તો ય સમય તો એનો એજ વહેવાનો;
કેમ એવું લાગે એક પળને યુગ બનાવી ગયા?

આખરી મંજિલના પ્રવાસી બની સૂતો હતો હું;
મને ઠોકરે મારનારા જ નનામી સજાવી ગયા.

લખવું ન હતું નટવર તારું નામ કવિતાઓમાં;
લખ તું નામ એનું જે તારી પાસે લખાવી ગયા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું