રવિવાર, 9 જૂન, 2013

પ્રયાસ કર...

જે કરવું હોય એ અનાયાસ કર;
અને મને ભૂલવાનો પ્રયાસ કર.
 

કર પ્રયત્ન,થઈ જશે થતા થતા;
વર્તુળથી મોટો એનો વ્યાસ કર.
 

સમજવું હોય તો સમજાય જશે;
મોઘમ ઇશારાઓનો ક્યાસ કર.


માંગ્યું હોય એ નથી મળતું કદી
;

તો સંસારમાં રહીને સંન્યાસ કર.
 

થતા થતા થઈ જશે ગોઠવણ;
લાગણીઓનો ય વિન્યાસ કર.

પુસ્તકો તો બહુ વાંચ્યા સનમ;
દિલના લેખનો તું અભ્યાસ કર.


ઇશ્ક તો છે આગનો એક દરિયો
;

ગટગટાવી એ તીવ્ર પ્યાસ કર.
 

લખી સનમનું નામ નિખર્વવાર;
નટવર એક નવો ઉપન્યાસ કર.

 
(વિન્યાસ= વ્યવસ્થા; ગોઠવણ; રચના, નિખર્વ=સો અબજ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું