ગુરુવાર, 9 મે, 2013

એ મારો વિષય નથી..

મારા વિશે કંઈક હું કહું એ મારો વિષય નથી;
શું કહું હું? મને હજુ મારો પૂરો પરિચય નથી.

લેતા તો લઈ લીધું છે દિલ મારું એમણે પણ;
હવે શું કરવું એમણે? હજુ કંઈ પણ તય નથી.

સમજતા સમજતા સમજી જશે એ મારા ઇશ્કને;
પ્રેમ છે, પ્રેમ છે, એ કોઈ વાસના વિષય નથી.

ધબકારા દિલનાં મારા બદલાય એમને નિહાળી;
હવે એમાં કોઈ લય નથી, લય નથી,લય નથી.

પડછાયો મારો જમને ડરાવી દે સાવ અચાનક;
ઓ દોસ્ત, એમ તો મારે બીજો કોઈ ભય નથી.

ઇશ્ક જેવો ઇશ્ક સજા બની જાય છે દોસ્ત મારા;
જ્યારે ઇશ્કની એ લાખેણી લાગણી ઉભય નથી.

પિવડાવી દે તારા હુસ્નને પયમાનામાં ભરીને;
ઓ સાકી, ભલેને આજે મયખાનામાં મય નથી?

જેના ખતની તુ રાહ જોઈ છે એને વખત નથી;
તું લખ લખ કરે, એને વાંચવાનો સમય નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું