ગુરુવાર, 9 મે, 2013

કોઈ ખાસ નવાજૂની નથી

એ જ એક છે, બીજી કોઈ ખાસ નવાજૂની નથી;
બસ મારા વિના જિંદગી એમની કંઈ સુની નથી.

બેઠો છું હું સર-એ-રાહ ધૂણી ઇશ્કની ધખાવીને;
પ્રેમી છું, હું કોઈ સાધુ, સંત કે મોટો મુનિ નથી.

જિંદગી તો જિંદગી છે, દોડતી રહેવાની સતત;
દોડધામમાં વીસરું એમને એટલો હું ધૂની નથી.

કરી ગયા કતલ કામણગારી આંખોની કટારીથી;
છે કમસીન માસૂમ બહુ,લાગે છે એ ખૂની નથી.

સીધો સાદો શખ્સ રહ્યો છેતરાય ગયો સસ્તામાં;
મારી હર ચાલ એમના જેવી કંઈ દો દુની નથી.

આંસુ ય મારા સુકાય ગયા, ઊડીને થયા વરાળ;
ને હવા આસપાસ મારી હજુ એટલી ઊની નથી.

પૂછ્યું મેં એમને દિલ લઈને દિલ આપવું છે ને?
એ કહે નટવર,દોસ્તી આપણી એટલી જૂની નથી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું