શુક્રવાર, 10 મે, 2013

લાગણીઓ બની રહી છે તુફાની

દોસ્ત, આખેઆખી દુનિયા થઈ ગઈ છે ફાની;
સહુ ફરી રહ્યા અહિં ચહેરે પહેરી એક બુકાની.

હર ચહેરો વીસરાય જાય તો ભલે વીસરાય;
ન વીસરાય કદી શકલ એમની એક સુહાની.

નજર જો કરે એક વાર મારા તરફથી પ્રેમથી;
લખી દઉં હું એના નામે મારી આખી જુવાની.

મધદરિયે છે હાલમડોલમ મારી જીવન નૌકા;
મળે કિનારો મારી નાવને જો એ બને સુકાની.

એક પછી એક શબ્દ છેતરતો રહ્યો મને સતત;
બહુ લખ્યું મેં ક્યાં ય અસર ન આવી રૂહાની.

સાચવજે નટવર તું તારી જાતને સહુથી હવે;
જ્યારે તારી લાગણીઓ બની રહી છે તુફાની.








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું