ગુરુવાર, 9 મે, 2013

જોતજોતામાં...

જોતજોતામાં કામ મારું કરી ગયા એઓ તમામ;
હું કશું ય ન કરી શક્યો એવો છે એમનો દમામ.

ન એમનો કોઈ દોષ છે ન મારો કોઈ વાંક ગુનો;
હું માણસ, એ ય માણસ,બન્ને સંજોગનાં ગુલામ.

મદિરા પીવા અધીરા થઈ ગયો હતો મયખાને;
ત્યાં ય સાકીએ ભર્યું એના આંસુંથી મારું  જામ.

ન માંગું હું સોના ચાંદી, ન ચાહું હું હીરા મોતી;
બસ આખરી વેળા હોઠો પર આવે એમનું નામ. 

કબરમાં સુતા સુતા જોતો રહીશ હું એમની રાહ;
આવતા જતા નીકળે અહીંથી તો કરીશ સલામ. 

કોઈને હું યાદ હોઈશ કે નહીં કોણ જાણે દોસ્ત;a
વતન તનમાં વસાવ્યું મેં,વીસરી ગયું મને ગામ.

જ્યાં મળી જાય તારા સપનાનાંને એક સહારો;
કરી લે જે નટવર તું ય ત્યાં જિંદગીભર કયામ*.

(*કયામ=વિશ્રામ)ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું