રવિવાર, 10 માર્ચ, 2013

Image

આજકાલ ન જાણે કેમ આંખોમાં છવાયેલ રહે છે આછો ભેજ;
એથી સનમ, ધૂંધળી ધૂંધળી નજર આવે મને તમારી Image.

જેવી છે એવી જિંદગી ન બદલી શક્યા આપણે તો શું થયું?
ચાલ સાથે મળી આપણે બદલીએ હવે આખેઆખો એક Age.

આ દિલ તો દિલ છે,કોના કહ્યામાં એ રહ્યું કે એ કરે મારું કહ્યું?
દિલ તો છે પંખી જેવું, ફરરર ઊડી જાય ભલે બંધ હોય Cage.

ગમતા ગમતા ધીરે ધીરે હું ય તમને ગમવા લાગીશ એક દિ;
બસ તમારા મનને મારા વિચારોમાં રાખો રાત દિન Engage.

કેટ કેટલાં વેશ ભજવવા પડે છે એક અમસ્તી આ જિંદગીમાં?
પળે પળે, સ્થળે સ્થળ બદલ્યા રાખે આ દુનિયા એનો Stage.

જીવતા જીવતા એમ જ આ જીવતર ન જાણે ક્યાં વહી ગયું?
આવી ગયો અંત,ન આવ્યું જિંદગીની કિતાબનું આખરી Page.

વસી ગયો છે જ્યારથી દોસ્ત નટવર અહિં દૂર દૂર પરદેશમાં;
નિશદિન યાદ કર્યા કરે દેશમાં વિખૂટું પડી ગયેલ એનું Village.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું