શનિવાર, 9 માર્ચ, 2013

રહે છે....

મારી સાથે આ કોણ ઇતર રહે છે?
હું રહું બહાર ને એ ભીતર રહે છે.

કંડારેલ પથ્થરની વાત જવા દો;
હર પથ્થરમાં ક્યાંક ઈશ્વર રહે છે.

સવાલો સવાલો સવાલો સવાલો;
કેટલાં ય સવાલો અનુત્તર રહે છે.

એની આંખોમાં ડૂબી ગયો હું તો;
જરૂર એ આંખોમાં સમંદર રહે છે.

મળે કોઈક ક્યારેક પળવાર માટે;
જિંદગીભર એની જ અસર રહે છે.

સંતોષ નથી આજના માણસને;
બધું હોય તોય કંઈ કસર રહે છે.

અજાણ્યા બનીને મળતા રહ્યા જે;
એમને મારી બધી ખબર રહે છે.

પ્રેમ કરવાની આ સજા છે નટવર;
સહુની તારા પર જ નજર રહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું