શનિવાર, 9 માર્ચ, 2013

ખ્વાબમાં રાખું

સાથ નથી એ તો એમને ખ્વાબમાં રાખું;
એની છાયાને હું યાર,આફતાબમાં રાખું.

ન પૂછ કેવી રીતે રોજ રોજ લખૂં ગઝલ;
રાઝ એ છે એની તસ્વીર કિતાબમાં રાખું.

કરી છે એમણે મારી સાથે વાત એક વાર;
ત્યારથી હું મને ખુદને બહુ રુઆબમાં રાખું.

ચિત્રગુપ્તને થોડું કામ મળતું રહેવું જોઈએ;
કેટલીક ભૂલો હું જિંદગીના હિસાબમાં રાખું.

જ્યારથી દૂર થયા એક વાર મળીને મને;
માદક સુવાસ એમની હું ગુલાબમાં રાખું.

પાગલ પ્રેમી આસક્ત આશિક શું શું નથી?
કેટલીય અદભૂત પદવી ખિતાબમાં રાખું.

ઓળખી ન જાય મને અંદરથી, બહારથી;
મારા ઘરના આયનાઓને નકાબમાં રાખું.

રોજ રોજ એ પૂછે શું લખ્યું આજે નટવર?
એકાદ મસ્ત નમણી નજમ જવાબમાં રાખું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું