રવિવાર, 10 માર્ચ, 2013

શોધ...

જે કંઈ શોધવું હોય તે છાનુંમાનું શોધ;
ખોવાયું છે જે સુખ એનું સરનામું શોધ.

ગમ તો ઘણાં ય પડ્યા છે જિંદગીમાં;
ચાલ,આજે હસવાનું કોઈ બહાનું શોધ.

બંધ આંખે તો સહુ કોઈ જુએ સમણું;
ખૂલી આંખે એનું સપનું સુહાનું શોધ.

ન ગોઠવાય તું દુનિયામાં તો શું થયું;
કોઈના ઉરમાં સમાય એવું ખાનું શોધ.

દવા કરે કોઈ આ દરદ-એ-જિગરની;
હોય જે અકસીર એવું દવાખાનું શોધ.

પીતા પીતા જામ બદલાય જાય છે;
રંગરસિયા કોઈ અબોટ પયમાનું શોધ.

સાંજ ઢળે ને યાદ સતાવે જાલિમની;
બસ નટવર હવે કોઈ મયખાનું શોધ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું