શનિવાર, 9 માર્ચ, 2013

નથી

હવે અહીં કંઈ કહેવાનો મર્મ નથી;
પ્રેમીઓનો કોઈ અલગ ધર્મ નથી.

સજા-એ-મોત આપી દે તુ સનમ;
રોજ રોજ મરવાનું મારું કર્મ નથી.

ઉનાળાની અફવા કોણે ફેલાવી?
હવા હજૂય કંઈ એટલી ગર્મ નથી.

ઇશ્ક કર્યો છે તો શા માટે છુપાવું?
ચહેરા પર મારા કોઈ જ શર્મ નથી.

બહુ સમજદાર એ ન સમજી શક્યા;
પ્રેમની વાતો છે એ કોઈ તર્ક નથી.

દિલ મારું મેં આપી દીધું છે તને;
તુ મને આપે એવી કોઈ શર્ત નથી.

એ મારા માટે બધું જ છે જિંદગીમાં;
ને યાર, હું એમના કાજ સર્વ નથી.

ગણગણે છે એઓ મારી જ કવિતા;
ને લો, એમાં મારો જ સંદર્ભ નથી.

આનંદ મનાવો યારો આજે નિરંતર;
એના વિચારોથી મોટું કોઈ પર્વ નથી.

શબ્દ ઓછા પડ્યા રાખે છે નટવર;
લાખો લાગણી ને શબ્દો નિખર્વ નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું