શનિવાર, 9 માર્ચ, 2013

તથાસ્તુ...

આવી ગયું કોણ જીવનમાં આમ હસતું હસતું;
આપી વરદાન પ્રેમનું પ્રભુએ કહી દીધું તથાસ્તુ.

લાગણીઓના બજારમાં ભાવનાની કિંમત શું છે?
લેવું હોત તો લઈ લે, દિલ છે મારું સાવ સસ્તું.

ડૂબી ગયો એના દિલમાં એની આંખોમાં તરતા;
એની મલાખી આંખોમાં છળનું મૃગજળ રમતું.

અણગમતાં લોક રોજ રોજ મળ્યા કરે રાહમાં;
દૂર દૂર ભાગે છે એ કે જે હોય છે મન ગમતું.

મરી જઈશ તારા વિના કહેવું છે સહેલું સનમ;
એમ કહી મરનારની પાછળ કોઈ નથી મરતું.

ખાલી કરું છું રોજ રોજ રડીને આંખના સરોવરો;
એની યાદમાં કોણ જાણે કોણ રહે છે એને ભરતું.

નથી હું કંઈ મારુતિ કે છાતી ચીરીને દેખાડી દઉં;
મારા હૈયે એના સિવાય અન્ય કોઈ નથી વસતુ.

આદત છે નટવરને એક સાવ બૂરી મારા દોસ્તો..
ખોઈ નાંખું છું હું જે મને હોય સહુથી પ્રિય વસ્તુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું