શનિવાર, 9 માર્ચ, 2013

અહીં બધું બરોબર છે...

કહેતો રહ્યો હું સહુને દોસ્ત, અહીં બધું બરોબર છે;
કોઈએ એ ન જોયું કે આંખોમાં આંસુનું સરોવર છે.

એક સાંધે ત્યાં તેર તૂટે, હસી હસી સૌ અહીં લૂંટે;
શું કહેવું? આવી દુર્દશા દોસ્ત હવે તો ઘરોઘર છે.

સાથ છોડી ગયા સૌ જ્યારે હતી જરૂર એમની મને;
સાથે રહ્યો પડછાયો મારો, એ જ સાચો સહોદર છે.

દરદ દિલમાં છુપાવી મહેફિલમાં હસી જાણુ છું હું;
એટલે તો ઓ દોસ્ત, ચહેરો મારો બહુ મનોહર છે.

આમ જોઈએ તો સહુના દિલમાં વસતો રહે છે એ;
અને આમ જોઈએ તે મારો બેટો પ્રભુ અગોચર છે.

પ્યાર ઇશ્ક મુહબ્બત પ્રીત ચાહત શું છે નટવર?
પ્રભુ માનવને આપેલ એક અણમોલ ધરોહર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું