શનિવાર, 16 માર્ચ, 2013

પુરાવો બહુ સંગીન છે...

પ્યારમાં પડવાનોપુરાવો બહુ સંગીન છે;
હસતો રમતો એક શખ્સ બહુ ગમગીન છે.

સનમ એની વાયદો કરી સાવ વીસરી ગઈ;
તો ય એનું એને યાદ કરવાનું નિશદિન છે.

કરીને ઇશ્ક હાલત એવી થઈ ગઈ છે એની;
જાણે જળમાં તરફડતી કોઈ પ્યાસી મીન છે.

માંડ શ્વાસ લઈ છોડે છે ઊનો ઊનો નિઃશ્વાસ;
જીવવાનું એનું એનાં જિગર વિના તૌહીન છે.

જીવવાનું કે મરવાનું ક્યાં કોઈના હાથમાં છે?
જે છે એ કંઈ બધું અહિં સંજોગને સ્વાધીન છે.

હોય ગમે એટલો અમીર આદમી દુનિયામાં;
દિલ ન હોય જેનું દિલદાર તો મહા દીન છે.

આંસુઓ ઓગાળી દે છે દુઃખ દર્દને નટવર;
શાયદ એટલે જે તો એ ય થોડા નમકીન છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું