રવિવાર, 10 માર્ચ, 2013

જંગ

એને જોતા જ હું તો રહી ગયો સાવ દંગ;
જિંદગી બદલતી રહે છે નવા નવા રંગ.

મળતા રહો, હળતા રહો સનમ તમે મને;
ધીરે ધીરે ગમી જશે તમને ય મારો સંગ.

જેવો હોય મને તમને મળવાનો ઉમળકો;
કહો તમને ય કદી થાય છે એવો ઉમંગ?

સ્પર્શ્યો છું સાવ અજાણતાં તમને હું તો;
ને લો, પાવન થઈ ગયું મારું અંગેઅંગ.

આવી ને ગયા એવા તમે જિંદગીમાંથી;
મારો ય જીવવાનો બદલાય ગયો ઢંગ.

બજાણિયા જેવી છે હાલત મારી પ્રેમમાં;
દોરી સ્નેહની રાખવી પડે મારે બહુ તંગ.

પથરો ફેંકતા ફેંકી દીધો મનસરોવરમાં;
ઊછળ્યા રાખે છે ત્યાં હવે તુફાની તરંગ.

દિલ તો દિલ છે, કહ્યું દિલનું કોણ માને?
એક દિલ હારીને જીતી ગયો નટવર જંગ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું