શનિવાર, 26 જાન્યુઆરી, 2013

ચળવળ...

રણમાં વહેતું રહે છે એ ખળખળ;
ને તો ય એ કહેવાય છે મૃગજળ.

વીસરી ગયા જે સાવ સરળતાથી;
મન મારું યાદ કરે એને પળપળ.

આ માણસ તો ભાઈ માણસ જ છે;
માણસ? માણસને નામે એક છળ.

ડૂબ્યો હું એ બે ઘૂઘવતી આંખોમાં;
એ આંખોનું ક્યાંય નથી કોઈ તળ.

અચાનક ઊગે છે સપનું આંખોમાં;
ઘનઘોર રાત થઈ જાય ઝળહળ.

તૂટી જશે નાજુક સુંવાળા સંબંધો;
લાગણીઓને ન આપો વધુ વળ.

છે હું જેટલો બેચેન તમારા કાજ;
તમેય કદી બનો એટલાં વિહ્વળ.

પ્રેમ એક પૂજા,પ્રેમ એ જ પ્રાર્થના;
કર નટવર તું એવી કોઈ ચળવળ.

1 ટિપ્પણી:

  1. માનવ ક્યારેય કોઇને ભૂલતો નથી, એ ભૂલવાનુ છળ કરેછે--મ્રુગજળની જેમ-- આપની કવિતામાબજુ ગહન વિચાર છુપાયેલા છે.

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું